રાજકોટમાં ખખડધજ રસ્તા પર વાહનમાંથી સામાન પડ્યો, ટ્રાફિક પોલીસ મજૂર બની ભરાવ્યો

2019-09-13 922

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી હોય તેમ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે આથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કોઠારિયા ચોકડી પાસે ખાડાને કારણે વાહનમાંથી દરવાજાનો સામાન પડી જતા ટ્રાફિક પોલીસને મજૂર બનવાનો વારો આવ્યો હતો ટ્રાફિકની જવાબદારીની સાથે સાથે પોલીસને મજૂર પણ બનવું પડે છે પાળ ગામે જખરાપીરની જગ્યાએ ગણેશ વિસર્જન કરવા જવાના રસ્તા ઉબડ ખાબડ હોય ડેમેજ રોડને લોક સહકારથી તાલુકા પોલીસ ટીમ દ્વારા માટીથી ખાડા બૂરવાની કામગીરી કરી હતી મનપાના પાપે પોલીસે લાકડી અને ગન મુકી તગારા ઉપાડ્યા હતા

Videos similaires