વડોદરા:વડોદરા શહેરમાં 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવો સહિત ઘરે-ઘરે શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આજે સવારથી જ ગણપતિ વિસર્જન શરૂ કરી દીધુ છે વડોદરા શહેરમાં આજે 16 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે આજે શહેરમાં 8 હજારથી વધુ પોલીસકર્મી-અધિકારીઓ વિસર્જન રૂટ પર બંદોબસ્તમાં ખડેપગે છે તંત્ર દ્વારા પણ કૃત્રિમ અને કુદરતી તળાવો પર શ્રીજીના વિસર્જન માટે 33 ક્રેઈન અને 126 તરાપાની વ્યવસ્થા કરી છે
11 DCP દ્વારા શ્રીજી વિસર્જનનું મોનિટરિંગ
આજે વહેલી સવારથી બપોર સુધી અલગ-અલગ તળાવોમાં શ્રીજીની નાની મૂર્તીઓનું વિસર્જન થશે અને બપોરે 4 વાગ્યા બાદ વડોદરા શહેરના મોટા મંડળો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે 11 DCP, 20 SP, 80 PI, 250 PSI, 4000 પોલીસ કર્મચારીઓ, 9 કંપની SRPની, 120 રેપીડ એક્શન ફોર્સના, 80 મહિલા સીઆરપીએફ જવાન તૈનાત રહેશે સાથે 750 સીસીટીવી કેમેરા, 4 ડ્રોનથી મોનિટરીંગ, 50 વીડિયોગ્રાફર, 16 સુપરકોપ બાઇક્સ, 25 ઇમરજન્સી લાઇટ, 30 ઇમરજન્સી ફ્લેશ લાઇટ રાખવામાં આવી છે