અમદાવાદઃ ગુજરાતમાં ગૃહ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર અંગે અવાર નવાર ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે આ મામલે એન્ટી કરપ્શન બ્યૂરો કામગીરી કરે છે, પરંતુ હવે પોલીસ રૂપિયા માંગતા હોય તેવા વીડીયો પણ એસીબીને મળી રહ્યા છે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસની પતાવટ માટે ગયેલા લોકો પાસે પોલીસકર્મી બિનધાસ્ત 25 હજાર રૂપિયા માંગતો દેખાય છે આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનની અંદર બની છે અને તેનો વીડીયો પણ આરોપીના સંબંધીઓએ ઉતારીને એન્ટી કરપ્શન બ્યૂરોને મોકલી આપ્યો છે
કેટલાક લોકો લોકઅપમાં પુરાયેલા સંબંધીઓને મળવા ગયા
રાણીપમાં રહેતા અજય સાલ્વી નામની પરિવારના સભ્યોની કેટલાક લોકો સાથે મારામારી થઈ હતી આ સંદર્ભે પોલીસે તે શખ્સોને પકડીને લોકઅપમાં પુરી દીધા હતાઆ દરમિયાન અજય સાલ્વી અને તેની સાથે કેટલાક લોકો લોકઅપમાં પુરાયેલા લોકોને મળવા માટે રાણીપ પોલીસ સ્ટેશન ગયા હતારાણીપ પોલીસ સ્ટેશનમાં તે સમયે છત્રસિંહ નામના પોલીસકર્મીઓ સહિત અન્ય પોલીસકર્મીઓ હાજર હતા
પોલીસ કર્મી છત્રસિંહે રૂ25 હજારની માંગણી કરી
પોતાના સ્વજનોને છોડાવા માટે વાત કરતા પોલીસકર્મી છત્રસિંહે તેમની પાસે રૂ 25 હજારની માંગણી કરી હતી જેથી આરોપીના સગાઓએ તેમને હાલ આટલા રૂપિયા નથી, તેમ કહેતા પોલીસકર્મી ઉશ્કેરાઇ ગયા હતાઆ સમગ્ર ગતિવિધિ આ પૈકીના એક શખસે મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી હાલ આ રેકોર્ડીંગ તેમણે એસીબીને મોકલી આપીને જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે આ સમગ્ર વિડીયો રેકોર્ડીંગમાં પોલીસકર્મી 25 હજારની માંગણી કરતો દેખાય છે જ્યારે રૂપિયાની વાતચીત થાય ત્યારે પોલીસકર્મી ગાળો બોલતો દેખાઇ રહ્યો છે