અમદાવાદ: પૂર્વ માર્ગ અને મકાન મંત્રી આઈ કે જાડેજાએ આજે અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારને અડીને પસાર થતા રીંગ રોડની બિસમાર હાલત વિશે ટ્વીટ કરી અને તહેલકો મચી ગયો સોશિયલ મીડિયામાં આ રોડના વીડિયો ફેલાવા લાગ્યા અને ફોટા સાથે કોમેન્ટો પાસ થવા લાગી પરંતુ હકીકત તો એ છે કે અત્યારે આખા બોપલ વિસ્તારની હાલત આ રોડ જેવી જ છે બોપલ જંક્શનથી ઘૂમા તરફ જતાં વિવિધ સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ઊભરાઈ રહ્યા છે અને રોડ પર ઠેર-ઠેર ખાડા પડેલા છે રસપ્રદ છે કે આ પરિસ્થિતિ માટે બોપલ નગરપાલિકા અને ઔડા બાય-બાય ચારણીની રમત રમી રહ્યા છે અને ફરિયાદ કરવા જતા લોકો સમક્ષ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે