સુરતઃ પુણા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીની સામે આવેલી GETCO ની હાઈ ટેન્શન લાઈનમાં કબૂતર ફસાઈ ગયું હતું જેની જાણ થતા GETCO, ફાયર અને ડીજીવીસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે, લાઈન ચાલું છે કે બંધ તે અંગે મૂંઝવણ સર્જાઈ હતી ત્યારબાદ ઈચ્છાપોરથી અધિકારી આવ્યા બાદ નિરાકરણ આવ્યું હતું ત્રણ કલાક બાદ લાઈન બંધ હોવાનું જણાયું હતું ત્યારબા દ બે કલાકની જહેમત બાદ કબૂતરને સહિ સાલમત નીચે ઉતારવામાં આવ્યું હતું