બે કલાક સુધી વનવિભાગની ટીમ ના આવી તો લોકો 10 ફૂટનો અજગર ઊચકીને ચાલ્યા

2019-09-12 45

રાજસ્થાનના બાંસવાડા પાસે આવેલા કાનાડોકીના પાડા ગામનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં કેટલાક લોકોએ મહાકાય અજગરને દોરડાથી બાંધ્યા બાદ ઊચકીને પાસે આવેલી ફોરેસ્ટ ચોકીએ લઈ ગયા હતા મળતી વિગતો પ્રમાણે આ 10 ફૂટ લાંબો અજગર ગામના નાળામાં દેખાયો હતો મહાકાય અજગરને જોઈને ગામવાળાઓ પણ ડરી ગયા હતા જો કે, આ અજગર કોઈને નુકસાન ના કરે તે માટે તેને ભારે મહેનતના અંતે દોરડા વડે બાંધીને બંધક બનાવ્યો હતો ગામવાળાઓએ ખાસ્સી વાર સુધી વનવિભાગની ટીમની પણ રાહ જોઈ હતી જો કે, તેમને જાણ કર્યાના કલાકો બાદ પણ વન અધિકારીઓનો કોઈ પત્તો ના મળતાં ગામલોકો જ અજગરને ખભે નાખીને ત્યાં જવા નીકળી પડ્યા હતા આ મહાકાય અજગરનું વજન પણ 25 કિલો કરતાં વધુ હોવાથી તેને ઊચકવા માટે 11 લોકોએ મહેનત કરી હતી

Videos similaires