મહારાષ્ટ્રમાં સતારા પાસે બેંગ્લોર-પૂણે નેશનલ હાઈવે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માત

2019-09-12 2,875

મહારાષ્ટ્રમાં સતારા પાસે બેંગ્લોર-પૂણે નેશનલ હાઈવે પર સવારે એક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે જેમાં 6 લોકો ઘાયલ થયા છે જેમને સતારાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો બસના યાત્રીઓ છે

મળતી માહિતી પ્રમાણે, એક પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટની બસ અંદાજે 40 યાત્રીઓને લઈને કોલ્હાપુર તરફ જઈ રહી હતી સતારા પાસે અચાનક તેનું ટાયર ફાટી જતા બસનું નિયંત્રણ ખોરવાતા રોડની પાસે ઊભેલા ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી હતી જેમાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા હતા

Videos similaires