નશામાં ધૂત રિટાયર્ડ ASIએ ટાયર વિનાની કાર 4 કિમી સુધી હંકારી

2019-09-12 45

પોલીસખાતામાંથી નિવૃત થયેલા એએસઆઈએ નશાની હાલતમાં કરલા કારનામાનો વીડિયો વાઈરલ થયો છે પંજાબના હોશિયારપુરમાં આ રિટાયર્ડ પોલીસ કર્મીએ તેમની કારને ટાયર વગર જ પૂરપાટ ઝડપે હંકારી હતી કારની ઓવર સ્પીડ તેમજ એક ટાયર ના હોવાના કારણે રોડ સાથે ઘર્ષણ થતાં જ તણખા પણ થવા લાગ્યા હતા રોડ પર આ રીતે બેફામ રીતે હંકારાતી કાર જોઈને તરત જ કેટલાક લોકોએ કારનો પીછો કરીને તેને અટકાવી હતી કારચાલક નશામાં ધૂત હોવાની જાણ લોકોને થતાં જ તેમણે પોલીસને બોલાવી હતી જ્યાં આ કારચાલકની ઓળખ રિટાયર્ડ એએસઆઈ તરીકે કરવામાં આવી હતી પોલીસે તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો સાથે જ તેમને આ રીતે કાર હંકારવા બદલ મેમો પણ આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ રિટાયર્ડ એએસઆઈનો પરિવાર પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યો હતો આ આખી ઘટના કોઈએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરી હતી

Videos similaires