રાજકોટ: આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણેશ વિસર્જન થઇ રહ્યું છે ડીજેના તાલ સાથે ભાવિકો ગણપતિ બાપાની ભાવભીની વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે રાજકોટમાં ગણેશ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે આજી ડેમ ઓવરફ્લો બાજુ ખીણ 1 અને 2, ખોખડદળ, હનુમાનધારા અને પાળ ગેમ ખાતે ભાવિકો ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે 5 સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગની ટીમ તૈનાત કરી છે ફાયર વિભાગના માણસો દ્વારા મૂર્તિને પાણીમાં પધારવવામાં આવશે આજી ડેમ ખીણ ખાતે 243 પોલીસ જવાનો દ્વારા બંદોબસ્ત મુકવામાં આવ્યો છે