અમદાવાદ: ભારતીય રેલવે લખનઉ-દિલ્હી રૂટ બાદ હવે અમદાવાદ-મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવશે રેલવે મંત્રાલયે અમદાવાદથી મુંબઈ રૂટ પર ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે રેલવે મંત્રાલયના આ નિર્ણય પર અમદાવાદ મુંબઈ માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન IRCTCને સોંપવામાં આવશે આ અંતર્ગત અમદાવાદ મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન IRCTC દ્વારા કરવામાં આવશે હાલ તો અમદાવાદમાં આ તેજસ ટ્રેનના કમ્પાર્ટમેન્ટ આવી ચુક્યા છે પરંતુ આની શરૂઆતની કોઈ ઔપચારિક તારીખ હજી નક્કી કરવામાં આવી નથી