વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી હતી જેમાં મોદીએ કહ્યું કે કેટલાક લોકોના કાનમાં ગાય શબ્દ પડે છે તો તેમના વાળ ઉભા થઈ જાય છે, ઓમ શબ્દ પડે છે તો પણ વાળ ઉભા થઈ જાય છે તેમને લાગે છે કે દેશ 16મી શતાબ્દીમાં ચાલ્યો ગયો શું ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત પશુધન વગર કરી શકાય છે?
આ મુદ્દે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘ગાય માત્ર હિન્દુઓ માટેનું પવિત્ર પ્રાણી છે પરંતુ, બંધારણમાં સમાનતા અને જીવવાનો અધિકાર માત્ર મનુષ્યોને આપવામાં આવ્યો છે હું આશા રાખુ છું કે ભવિષ્યમાં PM આ બાબતનું ધ્યાન રાખશે’ ઓવૈસી પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે