USએ ઈરાકમાં કનાસ ટાપુ પર 40 ટનના બોમ્બ ફેંક્યા

2019-09-11 1

અમેરિકાની એરફોર્સે 40 ટન લેઝર ગાઇડેડ બોમ્બ ઇરાક પાસેના કનાસ ટાપુ પર ફેંક્યા હતા આ ટાપુ પર ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલે છે આ કાર્યવાહી જ્યારે ચાલુ હતી ત્યારે વચ્ચેજ હવામાં પ્લેનમાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું જેની તસવીર અમેરિકાની એરફોર્સે શેર કરી છે બોમ્બ ફેંકવા માટે અમેરિકાએ F-15 અને F-35 સ્ટીલ્થ જેટની મદદ લીધી હતી સ્ટીલ્થ જેટ પ્લેનમાં બખતરની રચના એવી હોય છે કે ત રડાર કે ઇન્ફ્રારેડ મોજાનું પરાવર્તન અટકાવી દે છે અને આસાનીથી દુશ્મનોની પકડમાં આવતું નથી

મધ્ય ઈરાકમાં ટિગરિસ નદી પાસે કનાસ ટાપુ છે જે મોસુલથી 80 કિલોમીટર દક્ષિણમાં છે અહીં જેહાદીઓને છૂપાવવા માટે ખાસ બન્કર ISISએ બનાવ્યા છે આ જગ્યાઓનો ખાતમો કરવા માટે અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી આ ઓપરેશનની માહિતી કર્નલ માયલ્સ બી કેગિન્સે ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું- દૈશથી સંક્રમિત ટાપુમાં જ્યારે અમેરિકાની એરફોર્સ 36 હજાર કિલો બોમ્બ ફેંકે ત્યારે આવો નજારો હોય છે લેઝર ગાઇડેડ બોમ્બ ફેંકાયા ત્યારે ધડાકા બાદ ધુમાડાના ગોટા ઉડ્યા હતા અને જાણે સફેદ વૃક્ષોની હારમાળા હોય તેવું દ્રષ્ય સર્જાયું હતું આ ઓપરેશનમાં સેકન્ડ ઇરાકી સ્પેશલ ફોર્સીઝ બટાલિયનની કૂમકને અંદરનો વિસ્તાર ક્લિયર કરવા માટે મોકલવામાં આવી હતી આ વિસ્તારને ISIS એક ટ્રાન્ઝીટ પોઇન્ટ તરીકે ઉપયોગ કરે છે જેનો ઉપયોગ સિરિયાથી આંતકવાદીઓને મોસુલ, કિર્કુક અને મખમોર જેવા ઈરાકી વિસ્તારમાં ઘુસાડવા માટે થાય છે

Free Traffic Exchange

Videos similaires