આ તસવીર તુર્કી દેશની એક ફુટબોલ મેચ સમયની છે અહીં એક બાળક સિગરેટ પીતા પીતા મેચની મજા માણતો જોવા મળ્યો હતો જોકે હવે એ વાત બહાર આવી છે કે તે બાળક નથી પણ 36 વર્ષનો માણસ છે તેની બાજુમાં તેનો જ દીકરો બેઠો છે આ તસવીરને સૌ કોઇ બેન્જામિન બટન જેવો કેસ કહી રહ્યા છે 'ક્યૂરિયસ કેસ ઓફ બેન્જામિન બટન' નામની એક અંગ્રેજી ફિલ્મ 2008માં રિલિઝ થઇ હતી આ ફિલ્મમાં એક વ્યક્તિ જન્મ સમયે વૃદ્ધ જેવો હોય છે જે સમય જતાં નાનો થતો જાય છે છેલ્લે એક નાના બાળક જેવો બનીને તે તેની પત્નીના ખોળામાં મૃત્યુ પામે છે આ તસવીર જોઇને લોકોને આ ફિલ્મ જેવો જ આ કેસ છે તેવુ લાગી રહ્યું છે
આ રવિવારે તુર્કીમાં બુરાસ્પોર અને ફેનબાસ ફુટબોલ ક્લબ વચ્ચે મેચ યોજાઇ હતી આ મેચમાં 2-1 ગોલથી બુરાસ્પોર ક્લબે જીત મેળવી હતી આ સમયે કેમેરો આ બાળક પર ઝુમ થયો અને લોકો તેની ચર્ચા કરવા લાગ્યા હતાં જો કે બાદમાં સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે તે વ્યક્તિની ઉંમર 36 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું તુર્કીમાં જાહેર સ્થળે સિગરેટ પીવા પર દંડની જોગવાઇ છે તેથી તેના પર દંડ પણ લાગી શકે છે કઇ બીમારીના લીધે તે વ્યક્તિ આટલો નાનો દેખાય છે તે વિગતો હજુ જાહેર થઇ નથી મેચમાં મેળવેલી રકમ લ્યૂકેમિયા અને અન્ય બીમારીઓથી પીડાતા બાળકોના સારવાર માટે દાનમાં આપવામાં આવી હતી