મહેસાણાઃ લગ્નના માત્ર એક વર્ષ બાદ ગાડી માટે રૂ5 લાખ આપવાનો ઇન્કાર કરનાર પત્નીને આર્મીજવાન પતિએ ગાલ પર લાફા મારી 3 વખત તલાક બોલીને લગ્નજીવનનો અંત આણ્યો હતો, જ્યારે પત્નીએ તાજેતરમાં અમલી બનેલા મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ એક્ટ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર સામે ગુનો નોંધાવતાં પોલીસે સસરા સહિત 3ની ધરપકડ કરી છે જ્યારે પતિ ફરાર છે ટ્રિપલ તલાકના નવા કાયદા બાદ ઉત્તર ગુજરાતમાં આ પ્રથમ ફરિયાદ નોંધાઇ છે