આંધ્રપ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડૂ અને તેમના દીકરા નારા લોકેશને તેમના જ ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે હકીકતમાં આંધ્રપ્રદેશમાં ટીડીપીના નેતાની હત્યાના વિરોધમાં આજે ચંદ્રાબાબૂ નાયડૂ વિરોધ પ્રદર્શન કરવાના હતા પોલીસે નાયડૂ અને તેમના દીકરાને ઘરેથી નીકળવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને બંનેને હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે
પોલીસના આ નિર્ણયનો વિરોધ કરતાં ચંદ્રાબાબૂ નાયડૂએ તેમના જ ઘરમાં આજે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે નાયડૂની આ જાહેરાત પછી સમર્થકો તેમના ઘરે જઈ રહ્યા છે પોલીસે ઘણાં કાર્યકરોને રોકી લીધા છે અને અમુક કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે
નાયડૂને મીડિયાને મળવાની છૂટ આપવામાં આવી નથી તેમણે કહ્યું છે કે, લોકતંત્રનો કાળો દિવસ આવી ગયો છે પ્રશાસને ચંદ્રાબાબૂ સિવાય તેમના ઘણાં સમર્થકોને પણ નજરબંધ કરી દીધા છે જ્યારે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ચંદ્રાબાબૂ અને તેમના સમર્થકો પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે
ચંદ્રાબાબૂએ એક દિવસની ભૂખ હડતાળની અપીલ કરી
ચંદ્રાબાબૂએ જગન રેડ્ડી પર રાજકીય હિંસા લગાવવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો છે તેમણે તેમના સમર્થકોને સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરવાની અપીલ કરી છે તે સાથે જ ટીડીપીએ ‘ચલો અટમાકુર’નો નારો પણ આપ્યો છે ચંદ્રાબાબૂએ જગનની પાર્ટી પર ટીડીપી સમર્થકોની હત્યાનો પણ આરોપ લગાવ્યો છે