પાક વિદેશ મંત્રી કુરૈશીએ સ્વીકાર્યું- જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો

2019-09-10 1,961

ભારત અને પાકિસ્તાન મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)ના 42માં સત્રમાં આમને-સામને છે પાકિસ્તાને અહીં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો અહીં જેનેવામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ સ્વીકાર્યું છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનો હિસ્સો છેપાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ માંગણી કરી છે કે, યુએનએ જમ્મુ-કાશ્મીરમાં ભારતની કાર્યવાહીની તપાસ કરવી જોઈએ વધુમાં તેમણે કહ્યું છે કે, ભારત દુનિયાને એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, કાશ્મીરમાં જીવન સામાન્ય સ્તર પર આવી ગયું છે જો આવું થયું છે તો આંતરરાષ્ટ્રીય મીડિયા, સંસ્થાઓ અને એનજીઓને ભારત તેમના રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કેમ નથી જવા દેતા? તેમને કેમ સત્ય વાત જણાવવામાં આવતી નથી કારણકે તે લોકો જુઠ્ઠુ બોલી રહ્યા છે એક વાર કર્ફ્યુ પૂરો થશે તો દુનિયાને હકીકત ખબર પડશે

Videos similaires