10 ફૂટ લાંબા કોબરાને ગળે લટકાવીને ફોટા પડાવ્યા, વન કર્મચારી સામે તપાસ હાથ ધરાઈ

2019-09-10 305

પશ્ચિમ બંગાળમાં આવેલા અલીપૂર્દૂઆર જિલ્લમાં 10 ફૂટ લાંબા કિંગ કોબરાને પકડ્યા બાદ વનકર્મીએ તાયફો કર્યો હતો સામાન્ય રીતે તો વનકર્મચારીઓ પ્રાણીઓ કે સરિસૃપોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મૂકે છે જો કે, આ કર્મચારી કોણ જાણે કેમ કાળોતરાને જોઈને છાકટો બન્યોહતો ઝેરી સાપને તેણે ફેણના ભાગેથી દબોચીને શિવના જેમ ગળે વળગાડ્યો હતો ત્યાં હાજર ટોળાએ પણ તેની આવી જીવલેણ સાબિત થાયતેવી હરકતની પણ વાહવાહી કરતાં જ તે ફોટો અને વીડિયો બનાવવા માટે પણ ઉતાવળો બન્યો હતો તેના જ કેટલાક સાથીઓએ પાડેલા ફોટોઅને વીડિયોઝ વાઈરલ થતાં જ હવે તેના પર ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું કોઈ પણવ્યક્તિ વન્ય જીવ સંરક્ષણ કાયદો હેઠળ સંરક્ષિત કરાયલે પ્રાણી કે પક્ષીને હેરાન કરી શકતી નથી

Videos similaires