સુરતઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉધના વિસ્તારમાં આવેલો અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે