અમદાવાદમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ, ઠેર-ઠેર ઘૂંટણ સુધી પાણી

2019-09-10 7,031

અમદાવાદ: અમદાવાદ શહેરને આજે સવારે બે કલાકના વરસાદે જ ધમરોળી નાંખ્યું છે સવારે 9 વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને 930થી 1030 સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો એક કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, શીવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા એસજી હાઈવે પર પણ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અનેક વાહનોમાં પાણી ભરાઈ જતાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા બીજીતરફ હજી આગામી 24 કલાક સુધી અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

Videos similaires