સુરતઃબિટકનેક્ટ સહિતની ચીટ ફંડ કંપનીઓમાં લોકોએ રોકાણ કરીને કરોડો રૂપિયા ડૂબાડ્યા અને ક્લેક્ટર કચેરીએ વળતર માટે લાઈનો લગાવી તે ઘટનાને હજુ બે દિવસ પણ નથી થયા ત્યાં એક નવું કૌભાંડ સામે આવ્યું છે અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલા શ્રી રામ પેટ્રોલ પંપની સામે મન કોમ્પ્લેક્સના બીજા માળે સ્ટાર સિટી કેપિટલ નામની ઓફિસ ખોલીને લોકોને લોન આપવાની વાત કરવામાં આવતી હતી ઓછા કાગળ પર ઓછા વ્યાજે વધુ લોનના નામે લોકોએ રૂપિયા ભર્યા હતાં આજે લોનના રૂપિયા લેવા લોકો આવ્યા ત્યારે ઓફિસને તાળા મારી દેવામાં આવ્યાં હતાં જેથી લોકોએ હોબાળો મચાવી પોલીસ બોલાવી હતી