સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ પગાર મુદ્દે સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં હલ્લાબોલ કર્યું

2019-09-09 524

વડોદરાઃવડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઇ કામદારોનું કોન્ટ્રાક્ટર દ્વારા થઇ રહેલા આર્થિક શોષણના વિરોધમાં આજે કર્મચારીઓએ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં હલ્લોબોલ કર્યું હતું અને સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ હિસાબ માંગવા માટે પહોંચ્યા હતાકોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓએ આજે સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના પરિપત્ર મુજબ પગાર ન ચૂકવાતો હોવાનો આક્ષેપ કરીને પૂરતો પગાર ચૂકવવાની માંગણી કરી હતી સરકાર દ્વારા એક કર્મચારીને 18,600 રૂપિયા સુધીનો માસિક પગાર ચૂકવવા માટેનો પરિપત્ર જારી કરેલો છે પરંતુ કોન્ટ્રાક્ટો દ્વારા કર્મચારીઓને માત્ર 6થી 8 હજાર રૂપિયા સુધી જ પગાર ચૂકવવામાં આવે છે