3 પોલીસમેન સહિત 4 શખ્સે સલૂનમાંથી 85 હજારની લૂંટ કરી, ચારેયની ધરપકડ

2019-09-09 472

રાજકોટ:યુનિવર્સિટી રોડ પર બ્યુટીપાર્લર કમ વાળંદની શોપમાં ત્રણ પોલીસકર્મી સહિત ચાર શખ્સોએ ખોટા ધંધા કરો છો કહી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે તપાસ કરતાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ત્રણ ટ્રાફિક પોલીસ હોવાનું સામે આવ્યું હતું જેથી કેયુર આહીર અને જોગેશ ગઢવી સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધી હતી જેમાં ટ્રાફિક પોલીસે ડી સ્ટાફની ખોટી ઓળખ આપી દુકાનદારના ખિસ્સામાંથી 80 હજાર, ટેબલ પર પડેલા 5 હજાર અને સીસીટીવીનું ડીવીઆર સહિત 89 હજારની લૂંટ ચલાવી હતી મહત્વનું છે કે 4માંથી 2 ટ્રાફિક પોલીસમેન છે અને એક હેડક્વાર્ટરનો સસ્પેન્ડ પોલીસ કર્મચારી છે તેમજ ચોથો વ્યક્તિ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું હતું

Videos similaires