ત્રણ સવારી સાથે બાઈક ધસમસતા પાણીમાં ઉતાર્યું, એક તણાયો, બાઈકનો કોઈ પત્તો નથી

2019-09-09 69

મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદી કહેરના કારણે નદી-નાળાં બે કાંઢે વહી રહ્યાં છે આવા સમયે રાજ્યમાંથી અનેક એવી ઘટનાઓ પણસામે આવે છે જેમાં નાગરિકો જીવ જોખમમાં નાખીને પાણીમાંથી પસાર કરવાની ભૂલ કરે છે આવો જ એક વીડિયો ઉજ્જૈનથી સામે આવ્યો હતો, જેમાં ત્રણ યુવકોએ કોઝ-વેમાં બાઈક નાખીને ક્રોસ કરવાની ભૂલ કરી હતી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ ત્રણેય જણાઓ તેમનું બેલેન્સગુમાવીને નીચે પટકાયા હતા જોત જોતામાં તો બાઈક સાથે એક યુવક તણાયો પણ હતો જો કે, તરત જ તેણે તરીને કિનારો પકડી લેતાં વધુ કોઈમોટી દુર્ઘટના સર્જાઈ નહોતી પાણીમાં તણાઈ ગયેલી તેની બાઈકનો તો ભારે શોધખોળ બાદ પણ પત્તો લાગ્યો નહોતો

Videos similaires