નડિયાદમાં રખડતી ગાયના ઝૂંડે 13 વર્ષના ભાઇ, 10 વર્ષની બહેનને 3 મિનિટ સુધી રગદોળ્યા

2019-09-09 5,183

નડિયાદઃ નડિયાદ શહેરમાં રખડતી ગાયો સામે પગલાં ભરવામાં નિષ્ફળ પાલિકાના વાંકે શનિવારની રાત્રે બે માસુમ ભાઈ – બહેન મોતના મુખ સુધી પહોંચી ગયાં હતાં સંબંધીના ઘરે જન્મદિવસની ઉજવણી માટે ઉત્સાહભેર ઘરેથી નીકળેલા ભાઈ – બહેન હજુ સોસાયટીની બહાર નીકળ્યાં ત્યાં જ રખડતી ગાયોનું ટોળું ધસી આવ્યું હતું અને બન્ને શીંગડે ચડાવી દીધાં હતાં બન્નેની બુમાબુમથી સોસાયટીના રહિશો દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક બહેનને ગાયથી બચાવી લીધી હતી પરંતુ ભડકેલી ગાયે ભાઈનો કેડો છોડ્યો નહતો અને તેને ધીક મારવા ઉપરાંત પગથી ખુંદવાનું પણ ચાલુ કરી દીધું હતું સતત ત્રણ મિનિટ સુધી ગાયે બાળક પર જીવલેણ હુમલા ચાલુ રાખ્યો હતો