સ્વામિનારાયણના સંત વિરૂદ્ધ રાજ્યમાં 3 સ્થળે એટ્રોસિટી નોંધવા અરજી, ફરિયાદ નહીં નોંધાય તો ધરણા

2019-09-09 19,538

અમદાવાદઃ સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વવલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રી સ્વામી તથા ગુણાતીનંદન સ્વામી ઉર્ફે ગોપાલ સ્વામીના વહેતા થયેલા વીડિયોમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દો બોલ્યા હતા આ અંગે વેજલપુરના રહેવાસીએ વેજલપુરમાં તેમજ જામનગર અને બાલાસિનોરમાં અન્યએ પણ સ્વામી વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધવાની માગણી કરી હતી આ મામલે એસસી સમાજના લોકો પોલીસ કમિશનરે મળવાના છે ફરિયાદ નહીં નોંધાય તો ડીજીપીને ગાંધીનગર ખાતે તેમની ઓફિસ જઈને રજૂઆત કરશે તેમજ પોલીસ કમિશનરને આવેદન આપીને અનુસૂચિત જાતિના લોકોના ફરિયાદ ન નોંધાય અને કાર્યવાહી ન થાય તો ધરણા કરવાની ચીમકી આપી હતી

Videos similaires