દયાપર/ માતાના મઢ:1 સપ્ટેમ્બરે કચ્છ કુળદેવી આશાપુરા માના સ્થાનક એવા માતાના મઢમાં માત્ર અડધો કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો તેવી જ સ્થિતિ આજે 8 સપ્ટેમ્બરે સર્જાઈ હતી માત્ર એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા બજારમાં નદીના પાણી ઘૂસ્યા હતા અને દર્શાનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આજે પણ નદીમાં પાંચેક વાહનો તણાયા હતા પરંતુ ગામના યુવાનોએ જહેમત ઉઠાવીને વાહનો બહાર કાઢ્યા હતા કચ્છના માંડવી પંથકમાં પણ બપોરથી કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે