રેડ / વડોદરાના રૂબી જીમખાનામાંથી જુગારધામ ઝડપાયું, 50 આરોપીની ધરપકડ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત

2019-09-08 405

વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, વડોદરાના રૂબી જીમખાનામાં રાજ્યભરમાંથી જુગારીયાઓને બોલાવીને જુગાર રમાડવામાં આવી છે જેને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે રૂબી જીમખાનામાં રેડ પાડી હતી જેમાં જુગાર રમાડતા અનવર ગુલામહુસૈન સીંધી સહિત 50 જુગારીયાઓની ધરપકડ કરી હતી પકડાયેલા જુગારીયા વડોદરા સહિત અમદવાદ, ઠાસરા, આણંદ, કરજણ, ખેડા અને ગોધરાથી જુગાર રમવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એક આરોપી મહમદ સલીમ ગુમાલ મહમદ ગોલાવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે

Videos similaires