ગોંડલ: ગોંડલમાં રામજી મંદિર ખાતે મહંત હરિચરણદાસ બાપુના સાંનિધ્યમાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પરિવાર સાથે કથા સાંભળવા ગોંડલ પહોંચ્યો છે ચેતેશ્વર પૂજારાએ પરિવાર સાથે આરતી ઉતારી હતી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ હાજરી આપી હતી