ઉત્તર પ્રદેશના હરદોઈ શહેરના એક વ્યક્તિને તેના ઘરના ખોદકામ વખતે તેમાંથી ખજાનો મળ્યો છે, જેની કિંમત 25 લાખ રૂપિયા છે ગુરુવારે આ વ્યક્તિને 25 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં મળ્યા હતા જે પોલીસે જપ્ત કરી લીધા છે
આ ખજાનામાં 650 ગ્રામ સોનું અને 453 કિલોગ્રામ ચાંદી સામેલ છે પોલીસ અધિકરી આલોક પ્રિયદર્શીએ કહ્યું કે,આ અમને ગામમાં એક વ્યક્તિને ખજાનો મળ્યો હોવાના સમાચાર મળ્યા હતા શરૂઆતમાં અમે તે વ્યક્તિના ઘરે ગયા તો તેણે ના પડી દીધી હતી, જે પછીથી તેણે આ વાત સ્વીકારી હતી આ ઘરેણાં આશરે 100 વર્ષ જૂના છે ઇન્ડિયન ટ્રેઝર ટ્રોવ એક્ટની કલમ 4 પ્રમાણે કોઈને પણ ખજાનો મળે તો તેને ડિસ્ટ્રિક્ટ રેવન્યૂ ઓફિસરને જાણ કરવી જરૂરી છે આ ઉપરાંત કલમ 11 પ્રમાણે, ખજાનો મળનાર વ્યક્તિની ઓફિસર તપાસ પણ કરી શકે છે, અને જો તેમને લાગે કે આ ખજાના પર બીજા કોઈનો હક નથી તો તે વ્યક્તિ ખજાનાનો માલિક બની શકે છે