સુરતમાં ભોજન સારું ન હોવાના આક્ષેપ સાથે સમરસ હોસ્ટેલના છાત્રોનો હોબાળો

2019-09-07 639

સુરતઃનર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ રાત્રે સુત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓએ ભોજન બરાબર નહીં મળતું હોવા ઉપરાંત પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નહીં હોવાનો આક્ષેપ કર્યો છે આદિવાસી છાત્ર સંગઠનના નિલેશ વસાવાએ જણાવ્યું હતુંકે, સમરસ હોસ્ટેલમાં છેલ્લા કેટલાક દિવસોથી જમવામાં કીડા મંકોડા આવતા હોવાની ફરિયાદ કરવામાં આ‌વી હતી તેમજ ટોઇલેટ બાથરૂમમાં પૂરતી સગવડ નહીં હોવા ઉપરાંત કુલર બંધ હોવાની તેમજ લિફ્ટ પણ બગડી જતી હોવા સહિતના અનેક માંગણીઓ સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું જોકે, તંત્ર દ્વારા કોઇ કામગીરી ન થતા વિદ્યાર્થીઓએ ભુખ હડતાલ પર ઉતરવા સુધીની ચિમકી ઉચ્ચારી હતી

Videos similaires