બોરસદમાં 5 સોસાયટીના રહીશો બન્યા પ્રેરણાદાયી, 1.5 કરોડ લીટર જળસંગ્રહ કરે છે

2019-09-07 369

દેશમાં જ્યાં ચારેબાજુ પાણીનો પોકાર છે ત્યારે બોરસદની પાંચ સોસાયટીના લોકોની જળસંચયની અનોખી પહેલને અન્ય લોકો પણ અપનાવે તો આગામી સમયમાં ચોક્કસ પાણીની સમસ્યાનો હલ આવી શકે તેમ છે ઘરેલુ વેસ્ટેજ વોટર અને વરસાદી પાણીને કૂવામાં ઉતારીને અંદાજે દોઢ કરોડ લીટર પાણી જમીનમાં ઉતારીને તેનું શુદ્ધીકરણ કરી રહ્યા છે આ માટે તેઓ એક્વાગાર્ડ અને ઘર વપરાશનું વેસ્ટેજ વહી જતું પાણી રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારે છે જો આ પ્રોસેસની વાત કરીએ તો વરસાદી તથા વેસ્ટ પાણી પાઇપ લાઇન દ્વારા ભૂગર્ભ ચેમ્બર્સમાં ઉતારવામાં આવે છે આ ચેમ્બર્સમાંથી પાણી એક કુવામાં ઉતારવામાં આવે છે જ્યાં કચરો જમીનમાં બેસી ગયા બાદ સ્વચ્છ પાણી પાઇપ લાઇન દ્વારા 250 ફૂટ ઊંડા રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે 40 ફુટ બાય 40 ફુટના બનાવેલા કુવામાં પથ્થરો નાખી 250 ફુટ ઉંડો રિવર્સબોર બનાવેલો છે જેથી રિચાર્જ બોરમાં માત્ર સ્વચ્છ પાણી જ ઉતારવામાં આવે છે જમીનમાં સ્વચ્છ પાણી ઉતરે રિચાર્જ બોર દ્વારા ઉતારાય છે જો દેશ અને રાજ્યના અન્ય લોકો પણ આ રીતને અનુસરે તો ચોક્કસ ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા સર્જાવાની શક્યતાઓ ઘટી જ જશે

Videos similaires