ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 21 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યે ઇસરોના સેન્ટરે પહોંચ્યા હતા અને દેશવાસીઓને સંબોધન કર્યું હતું વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા તેમણે કહ્યું હતું કે ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે તેમણે વધુમાં કહ્યું હતું કે આખો દેશ તમારી સાથે છે
તેમણે કહ્યું કે હું ગઇ રાત્રે તમારી મનઃ સ્થિતિને સમજતો હતો તમારી આંખો ઘણું બધું કહેતી હતી તમારા ચહેરાની ઉદાસીને હું વાંચી શકતો હતો હું ત્યારે તમારી સાથે વધારે સમય ન રોકાયો તમે ઘણી રાતોથી જાગો છો તેમ છતાં મારું મન કરતું હતું કે એકવાર ફરી તમને સવારે બોલાવું તમારી સાથે વાત કરું આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એક અલગ અવસ્થામાં હતી