મુંબઈમાં વરસાદે ફરી ધમાકેદાર રિ-એન્ટ્રી કરી છે ઘણાં એરિયા જળમગ્ન થઈ ગયા છે ત્યારે લોકોનું ઘરથી બહાર નીકળવું અને કામ પર જવું મુશ્કેલ થઈ ગયુ છે ત્યારે ટ્રાફિકજામથી બચવા સલમાન ખાને નવો રસ્તો અપનાવ્યો, અને સાઇકલ લઈને સેટ પર પહોંચ્યો હતો હવે દબંગ 3નું શૂટિંગ રાજસ્થાનમાંથી મુંબઈમાં શરૂ થયું છે ત્યારે વરસાદ વચ્ચે કારમાં જવુ તેના માટે શક્ય નહોતું ત્યારે સલમાન સાઇકલ પર લોકેશન સેટ પર પહોંચ્યો હતો રસ્તા પર ભાઈજાનને જોતા તેમના ફેન્સે સેલ્ફી પણ પડાવી હતી જેનો વીડિયો સલમાને ખુદ શેર કર્યો છે