કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા મકાનો ડૂબ્યા

2019-09-06 2,245

દ્વારકા:જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 3 કલાકમાં જ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છેભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે ગામની બજારોમાં નદીની જેમ વહી રહ્યું છે ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયા હોવાનું જાણવા મળ્યું છે તેમજ આહીર સમાજની દીવાલ પણ ધરાશાયી થઇ છે જો કે કોઇ જાનહાનિ સર્જાયાના સમાચાર નથી લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા છે

Videos similaires