ગેઝેટ ડેસ્ક:દુનિયાના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિયોએ આજે ભારતના 1600 શહેરોમાં ફાઇબર ટૂ ધ હોમ સર્વિસ જિયો ફાઇબર શરુ કરવાની જાહેરાત કરી છે ભારતમાં અત્યારે એવરેજ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડની સ્પીડ લગભગ 25 Mbps છે અમેરિકા જેવી વિકસિત અર્થવ્યવસ્થામાં પણ લગભગ 90Mbps જ છે જિયો ફાઇબર ભારતની પહેલી 100 ટકા ઓલ-ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ છે તેની સ્પીડ 100 Mbpsથી શરુ થઇને 1Gbps સુધી જશે આ દેશની સૌથી વધુ ફાસ્ટ ચાલનારી ઇન્ટરનેટ સર્વિસ પણ છે ત્યારે આપણેJio Fiber સાથે જોડાયેલી 10 મોટી વાતો વિશે જાણકારી મેળવીએ