પોલીસે 11 હજારનો મેમો આપતાં જ દારૂડિયાએ બાઈક જ સળગાવી દીધું

2019-09-06 2

દેશભરમાં જ્યાં ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા તત્વોને પકડીને મોટર વિહિકલ એક્ટ 2019ના નવા નિયમો પ્રમાણે અધધધ કહી શકાય તેટલો દંડ ફટકારી રહી છે ત્યારે અનેક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે કોઈકને તો તેના વાહનની કિંમત કરતાં બમણો દંડ ફટકારાયો હોય છે તો કોઈને દંડ ફટકારાતાં એટલો ગુસ્સો આવી જાય છે કે ના કરવાનું કરી બેસે છે આવો જ એક કિસ્સો દિલ્હીના માનવીયનગરના શેખ સરાયમાં સામે આવ્યો હતો જ્યાં ટ્રાફિકમેને એક શખ્સને હેલમેટ નહીં પહેર્યા વગર જ બાઈક ચલાવવા બદલ પકડ્યો હતો તેને પકડ્યા બાદ બહાર આવ્યું હતું કે તે નશામાં ધૂત પણ હતો પોલીસે તરત જ તેને 11 હજારનો મેમો ફાડીને આપ્યો હતો દારૂ પીને બાઈક પર નીકળેલા રાકેશ નામના આ શખ્સે આક્રોશમાંને આક્રોશમાં તેનું બાઈક જાહેરમાં જ સળગાવી દીધું હતું તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો