રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક નિયમનાં વિરોધમાં લોકોએ હેલ્મેટ તોડી વિરોધ કર્યો

2019-09-06 89

રાજકોટ:શહેરનાં જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક નિયમનાં વિરોધમાં લોકો અનોખો વિરોધ કરી ધરણાં પર બેઠા છે અહીંયા લોકોએ હેલ્મેટ તોડી વિરોધ નોંધાવ્યો છે રોષે ભરાયા લોકોએ રસ્તા પર જ હેલ્મેટનો ભુક્કો કરી નાખ્યો હતો અને હેલ્મેટ અને સીટ બેલ્ટનાં કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતોટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેક ગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટનાં વિરોધમાં આજથી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાયો છે

Videos similaires