રશિયાના અબજોપતિએ જે સ્કૂલમાં ભણ્યા હતા તેને રાજમહેલમાં ફેરવી દીધી, કહ્યું-મારું સપનું પૂરું થયું

2019-09-06 1,136

રશિયાના અબજોપતિ એન્ડ્રી સિમાનોવ્સકીએ જે સ્કૂલમાં અભ્યાસકર્યો હતો, તેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે તેમણે સ્કૂલને રાજમહેલમાં ફેરવી દીધી છે તેમની નવી સ્કૂલના ફોટોઝ સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે એન્ડ્રી '106 સેકન્ડરી' સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીની સાથે બિઝનેસમેન પણ છે

એન્ડ્રીએ સ્કૂલમાં માર્બલ અને સોનાની દીવાલો અને બાથરૂમમાં એડવાન્સ બેસિન લગાવ્યા છે સ્કૂલની છત પર સોનના ઝુમ્મર જોઈને એવું લાગે છે કે, જાણે કોઈ સ્કૂલમાં નહીં પણ કોઈ પેલેસમાં ઊભા હોઈએ એન્ડ્રી નાનપણથી પૈસાદાર બનવા માગતા હતા, તેમનું સપનું હતું કે તે પોતાની સ્કૂલને રાજમહેલની જેમ સજાવે અને જે તેમણે પૂરું કર્યું છે

Videos similaires