મોરારિબાપુના વિવાદાસ્પદ નિવેદન સામે સંતો-ભક્તોની એક જ અપીલ, ‘સ્વામિનારાયણ ભગવાનની માફી માંગો’

2019-09-06 5,896

મોરારિબાપુએ થોડા સમય પહેલાં પોતાની કથામાં ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણીનું કુત્સિત શબ્દોમાં ખંડન કર્યું હતુ એક સાધુને નહીં પરંતુ એક હિન્દુને અને તેનાથી વધી કોઈ સારા માણસને ન સોભે તેવા શબ્દોમાં ભગવાનના સ્વરૂપ અને સનાતન હિન્દુ ધર્મની અભિષેક પ્રણાલી પર વિરોધ દર્શાવી બાપુએ રાક્ષસી આનંદ માણ્યો હતો જેનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો ભક્તો-સંતોની આસ્થાને અને અબજો ભાવિક હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સાધુ અક્ષરવત્સલદાસજીએ મોરારિબાપુને જવાબ આપ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છેજેને લોકો વખાણી અને વધાવી રહ્યાં છે અક્ષરવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ‘‘નીલકંઠવર્ણી’એ ભગવાન સ્વામિનારાયણના વનવિચરણ દરમ્યાન તપસ્વી ઋષિઓએ આપેલું નામ છે ભગવાને પચાવેલા ઝેરની સ્પષ્ટતા મોરારિબાપુ પાસે કરવાની જરૂર નથીવૈદિક સનાતન હિન્દુ ધર્મ અને તેની માન્યતાઓ પર પ્રહાર કરવાનું બંધ કરોહિન્દુ ધર્મ સહનશીલ છે માફ કરવામાં માને છે, પરંતુ જો ઈસ્લામ કે કોઈ અન્ય ધર્મ વિશે કહ્યું હોત તો બાપુનું શું થાત? એ કલ્પનાનો વિષય છે ભગવાન મોરારિબાપુને સદબુદ્ધિ આપે’

Free Traffic Exchange

Videos similaires