NCPના ગુજરાત પ્રમુખ શંકરસિંહ શક્તિ સેવા દળ બનાવશે, પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ સાથે ચર્ચા કરી

2019-09-06 1,791

હિંમતનગર: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ એનસીપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે સાબરકાંઠાના હિંમતનગરની એક દિવસની મુલાકાતે હતા તેમણે નિવેદન આપ્યું હતું કે, આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસ સામે એનસીપી દ્વારા આયોજિત શક્તિ સેવા દર એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ચર્ચા ચાલતી હોવાનું જણાવ્યું હતું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં જે લોકોનો અવાજ દબાયેલો છે, કચડાયેલો છે, તેમજ જેમને ન્યાય નથી મળી શકે તેવી તમામ બાબતોને એક પ્લેટફોર્મ આપવામાં આવશે તેમજ આગામી 13 સપ્ટેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દસ હજારથી વધારે યુવક-યુવતીઓનું સંમેલન યોજાશે જે થકી ગુજરાતમાં પોતાની તાકાત પ્રદર્શિત કરાશે