કોલેજ પ્રિન્સિપલને કારમાંથી બહાર ખેંચીને ધોકાઓથી માર્યા, હાથ-પગ તોડી નાખ્યા

2019-09-06 55

હરિયાણાના ફરીદાબાદમાં આવેલ તિવાંગની સરકારી કોલેજના પ્રિન્સિપલ ઈકબાલ સિંહ પર કેટલાક અજાણ્યા બાઈકસવારોએ હિંસક હુમલો કર્યો હતો આ આખી ઘટના બુધવારે બની હતી આ હિચકારા હુમલાના સીસીટીવી પણ સામે આવતાં જ પોલીસે પણ અજાણ્યા હુમલાખોરોને શોધવાની તજવીજ હાથ ધરી હતી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવાથી તેમને સારવાર માટે દાખલ કરાયા હતા
ઈકબાલ સિંહ જ્યારે કાર લઈને કોલેજથી તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે બાઈકસવારોએ તેમની કારને આંતરીને લાકડી-ધોકાઓથી તેમના પર હુમલો કર્યો હતો પ્રિન્સિપલ કંઈ સમજે તે પહેલાં તો તેમને બહાર ખેંચીને માર માર્યો હતો અજાણ્યા શખ્સોએ તેમના હાથ-પગ ભાંગી નાખ્યા હતા પોલીસે રોડના ખૂણે લાગેલા સીસીટીવી ઝપ્ત કરીને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે

Free Traffic Exchange

Videos similaires