સુરતઃવર્ષ 1992માં અમિતાભ બચ્ચનનો સૂરજ તપતો હતો એક પછી એક હીટ ફિલ્મો આપનાર બીગ બી ત્યારે કૂલી ફિલ્મનું શૂટિંગ કરતાં હતા અચાનક એક અકસ્માત સર્જાયો અને અમિતાભ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાંઆજે પણ એટલી જાગૃતિ નથી તો ત્યારે તો રક્તદાન અંગે લોકોને મહત્વ નહોતું સમજાતું અમિતાભને લોહી ચડાવવાની જરૂરીયાત હતી અને આ સંદેશ રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને રિસર્ચ સેન્ટર પહોંચ્યો હતો જેથી બ્લડ બેન્કના સભ્યોમાં એક્ટિવ એવા શેલિયા વેલજીભાઈ મોહનભાઈ લોહી લઈને મુંબઈ ગયેલા અમિતાભને લોહીની વધુ જરૂર હોવાથી વેલજીભાઈએ બ્રિચકેન્ડીમાં પણ રક્તદાન કર્યું 71 વર્ષની જૈફ ઉંમરે અવસાન પામનાર વેલજીભાઈએ અમિતાભને જ લોહી આપ્યું તેવું નહીં પરંતુ 128 વખત રક્તદાન કરીને સૌ કોઈ માટે રક્તદાનના પ્રેરણાસ્ત્રોત બનવાનું કામ કર્યું હતું