આણંદમાં શિક્ષક દિને સરકારી નિગમના ચેરમેને ભાંગરો વાટતાં કાર્યક્રમમાં સોપો પડી ગયો

2019-09-06 364

આણંદઃ રાજયના ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઇ ભરવાડે સુરેન્દ્રનગર જિલ્લાના અને છોટાઉદેપુર શિક્ષકો શાકભાજી ચાલુ કલાસે વિદ્યાર્થીઓ જોડે સાફ કરાવે છે ધો-5 કે ધો-6માં ભણતાં બાળકોને પણ વાંચતા-લખતાં પણ આવડતું નથી આ ઉપરાંત શિક્ષકો ઘણાં લાંબા અંતરેથી અપ-ડાઉન કરે છે તેવા સણસણતા આક્ષેપો શિક્ષકોની હાજરીમાં શિક્ષક દિન નિમિત્તેના કાર્યક્રમમાં કરતાં સન્નાટો છવાયો હતો બાદમાં શિક્ષકોમાં ગણગણાટ શરૂ થતાં તેમની વાત સાચી હોવાનું સાબિત કરવા માટે તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે, માસ્તરો અહીં બેઠા છે, ખોટું બોલે તો તેમના બાપના સોંગદ એમ કહેતા લોકોએ હાજીઓ પુરતાં તેમને પાનો ચઢ્યો હતોએથી એ એટલેથી ના અટક્યાં તેમણે વધુમાં કહ્યું કે, હું એકલો નથી કહેતો બધા મારી સાથે છે આમ તેમણે ભાજપના રાજમાં સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું હોવાનો જાહેરમાં ભાજપ સરકારના જ અગ્રણી નેતા અને ઉન વિકાસ નિગમના ચેરમેને આક્ષેપ કરતાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો

Free Traffic Exchange

Videos similaires