સમગ્ર અમદાવાદમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ, અનેક જગ્યાએ ટ્રાફિક જામ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

2019-09-05 200

અમદાવાદઃસમગ્ર અમદાવાદ શહેરમાં છેલ્લા એક કલાકથી અવિરતપણે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદના એસજી હાઇવે, બોપલ, ગોતા, રાણીપ, વાડજ, સેટેલાઇટ, ચાંદખેડા, નરોડા, ચાંદલોડિયા, બાપુનગર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ છે વરસાદને પગલે શહેરમાં ઠંડકનું મોજુ ફરી વળ્યું છે આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત ભારે વરસાદને પગલે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે

Videos similaires