વડોદરાઃટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે જાનથી મારી નાખી ધમકી આપી હોવાની અરજી વડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે જેમાં મુનાફ પટેલ વારંવાર ધમકી આપતો હોવાનું જણાવવામાં આવ્યું છેડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના સભ્ય દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં છોકરાઓને અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવે છે અમે લોકોએ મુનાફ પટેલ છોકરાઓને ડાયરેક્ટ ક્રિકેટમાં રમાડતો હોવાના સમાચાર પેપરમાં છપાવ્યા હતા જેને લઇને આજે સવારે 9:30 વાગ્યે મુનાફ પટેલે ફોન કરીને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી