આન્ધ્રપ્રદેશમાં એક 74 વર્ષની મહિલાએ જોડિયા છોકરીઓને જન્મ આપ્યો હતો તેમને ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન(IVF) પદ્ધતિથી બાળકીઓને જન્મ આપ્યો હતો આન્ધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના નેલાપાર્થીપાડુ ગામના રહેવાસી ઇરામતી માંગેમામાએ સિઝરીયન પદ્ધતિથી કોઠાપેટની અહલ્યા હોસ્પિટલમાં બાળકીઓને જન્મ આપ્યો હતો
હોસ્પિટલના ડાયરેક્ટર ડૉસનાકાયલા ઉમાશંકરના કહેવા પ્રમાણે સર્જરી સફળતાપૂર્વક થઇ હતી અને બન્ને બાળકીઓ સ્વસ્થ છે આ એક દુર્લભ કેસ છે અને ડાયાબિટીઝ કે અન્ય કોઇ સમસ્યા હોય તો આ ઉંમરે પણ બાળકો સહજતાથી પેદા કરી શકાય છે તેમને કોઇ સ્વાસ્થ્યની સમસ્યાઓ નહિ થાય પરંતુ તેઓ બાળકોને ધવડાવી નહિ શકે પણ તેની ચિંતા નથી કારણ કે મિલ્ક બેન્કમાંથી બાળકોને દૂધ પાઇ શકાય છે