રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાનો કોઈ વિચાર નથી તેઓ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના વાર્ષિક કન્વેંશનમાં હાજર રહ્યા હતા ઓટો સેક્ટરમાં મંદી મામલે તેમણે કહ્યું છે કે, હાલના આંકડાથી સ્પષ્ટ છે કે, ઓટોમોબાઈલ સેક્ટરમાં હજી તકલીફ છે
ગડકરીએ કહ્યું કે, સરકાર વીજળી અને વૈકલ્પિક ઈંધણોથી ચાલતા વાહનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે તેનું એક કારણ એ છે કે દેશ પર પેટ્રોલિયમ આયાતનો 7 લાખ કરોડનો બોજો છે તે સિવાય દેશને પ્રદૂષણની ગંભીર સમસ્યાનો પણ સામનો કરવો પડે છે