બુરખો પહેરનારી મહિલાઓને બ્રિટનના પીએમે ‘લેટરબૉક્સ’ કહેતા સિખ સાંસદે આપ્યો કરારો જવાબ

2019-09-05 207

બ્રિટનના પીએમ અને કંઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જૉનસન અને યૂકેની લેબર પાર્ટીના સિખ સાંસદ તનમનજીત સિંહ વચ્ચેની તીખી દલીલોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે વીડિયોમાં તનમનજીત સિંહ બોરિસ જોનસનને તેમણે કરેલી નક્સલીવાદી ટીપ્પણી પર તેમને માફી માગવા જણાવી રહ્યા છે વર્ષ 2019માં બોરિસ જોનસને ધ ટેલિગ્રાફના એક આર્ટિકલમાં લખ્યું હતુ કે જે મહિલાઓ બુરખો પહેરે છે તે કોઈ લેટરબોક્સ કે બેંક લૂંટનારી જેવી લાગે છે પીએમની આ ટીપ્પણી પર તનમનજીત સિંહે તેમને માફી માગવા કહ્યુ હતુ તનમનજીત સિંહે કહ્યુ હતુ કે મુસ્લિમ મહિલાઓ પરની આ ટિપ્પણી ખોટી છે જો કોઈ મને ટૉવલ હેડ, તાલિબાની કે પછી બોન્ગો બોન્ગો લેન્ડથી આવ્યો છે એવુ કહે તો જે દર્દમાંથી પસાર થાય તેવા જ દર્દમાંથી આ મુસ્લિમ મહિલાઓ પસાર થાય છે જેના પર તમે ટિપ્પણી કરી છે ભારતીય મૂળના સિખ તનમનજીત સિંહ બ્રિટનના પગડીધારી સાંસદ છે તેમણે ઈંગ્લેન્ડમાં વર્ષ 2017માં ઈતિહાસ રચ્યો, આ પહેલા તેઓ ઈંગ્લેન્ડના ગ્રાવસેન્ડમાં યુરોપના સૌથી યુવા સિખ મેયર રહી ચૂક્યા છે 41 વર્ષીય તનમનજીત સિંહનો જન્મ ઈંગ્લેન્ડમાં જ થયો છે તેમના પિતા જસપાલ સિંહ ઢેસી બ્રિટનના સૌથી મોટી ગુરૂદ્વારાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે

Videos similaires