ધોરડોનું સફેદ રણ ઉપરવાસ અને કચ્છના વરસાદને પગલે દરિયો બન્યું

2019-09-05 1

ભુજ: કચ્છની ઓળખ બનેલા સફેદ રણમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે પાણી હિલ્લોળે ચડ્યા છે સફેદ રણ દરિયો બની ગયું છે ચારેબાજુ પાણી જ પાણી છે અહીં દર વર્ષે પાણી સૂકાઈ જતા સફેદ રણ નિર્માણ પામે છે ત્યારે સારા વરસાદને પગલે સફેદ રણ દરિયો બન્યું છે

આ વર્ષે મેઘરાજાએ કચ્છ પર મહેરબાની કરી છે સિઝનનો સૌથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે પાણી માટે તળવળતા સરહદી જિલ્લામાં પાણીનો પોકાર નહીં રહે તેવી કચ્છીઓ માની રહ્યા છે તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી કચ્છ પર મેઘો મહેરબાન થયો છે અને રોજેરોજ વરસાદી મહેર વરસાવી રહ્યો છે કચ્છમાં હવાનું દબાણ સર્જાયું છે તેથી ભારે થી મધ્યમ વરસાદની આગાહી છે

Videos similaires