સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે છેલ્લા બે કલાકમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે